Sunday, May 5, 2024
HomeGujaratનવા વર્ષના પ્રારંભે મોરબી જિલ્લામાંથી દારૂ પીધેલી હાલતમાં સાત બંધાણી ઝડપાયા

નવા વર્ષના પ્રારંભે મોરબી જિલ્લામાંથી દારૂ પીધેલી હાલતમાં સાત બંધાણી ઝડપાયા

મોરબી જિલ્લામાં નવા વર્ષની ઉજવણી નિમિતે ચિક્કાર નશો કરી નીકળેલા સાત બંધાણીઓને પોલીસે દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં સાત આરોપીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા જેમા મોરબીના શનાળા રોડ પર આવેલ ડિલક્ષ પાનની દુકાન નજીકથી પોલીસે ઓમપ્રકાશ શરદબાબુ મુર્તી (ઉ.વ.૩૦) દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો આ ઉપરાંત સીટી એ ડિવિઝન પોલીસે પોલીસ સ્ટેશન વિસ્તારમા દારૂ પીધેલી હાલતમાં આડેધડ બાઈક ચલાવી નીકળતા મહેશભાઇ દેવજીભાઇ વણોલ (ઉ.વ.૨૩) રહે. ભડીયાદ કાંટો જવાહર સોસાયટી શેરી નં.૬ વાળાને દબોચી લઈ હીરો સ્પલેન્ડર રજી.નંબર જી.જે.૩૬.જે.૦૪૦૪ કિ.રૂ.૨૦,૦૦૦ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં વાંકાનેર સીટી પોલીસે ટોયોટા ક્વાલીસ કાર જેના રજી.નં.GJ-04-BJ-4773 કિ.રૂ.૪૦,૦૦૦નો ચાલાક મેહુલ ફુલાભાઇ ચૌહાણ (ઉવ.૨૦) રહે.શક્તિપરા તા-વાંકાનેરવાળો દારૂ પીધેલી હાલતમાં વાંકાનેરના અરુણોદય સોસાયટી પેટ્રોલપંપ નજીકથી દારૂ પીધેલી હાલતમાં દબોચી લીધો હતો.

વધુ એક કિસ્સામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસે દ્રારકેશભાઇ પીઠાભાઇ કુંભરવાડીયા (ઉ.વ.૨૦) રહે.મોરબી નાની વાવડી સતનામ સોસાયટીવાળાને શનાળા રોડ પર આવેલ ડીલક્ષ પાન નજીકથી દારૂ પીધેલી હાલતમાં પકડી પડ્યો હતો.

આ ઉપરાંત ડિલક્ષ પાન નજીકથી જ દારૂ પીધેલી હાલતમાં સાગર ઉર્ફે ચોટી નવઘણભાઇ મુંધવા (ઉ.વ ૨૪) લાયન્સનગર શેરી નં-૧ શનાળારોડ મોરબીવાળાને, તથા એ ડિવિઝન પોલીસે ગજેન્દ્રસિંહ સબળસિંહ ઝાલા જાતે દરબાર શકતીમાંના મંદિર પાસેથી પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો.

વાંકાનેર સીટી પોલીસે આરોપી ધમલપર ગામ પાસે રોડ પરથી સોમાભાઇ અરજણભાઇ બાવળવા (ઉ.વ-૪૫)ને ડમડમ હાલતમાં ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!