Tuesday, April 16, 2024
HomeGujaratમોરબી તાલુકાના શાપર ગામેં કાળમુખા ડમ્પરે ચગદી નાખતા બાઈક ચાલકનું મોત

મોરબી તાલુકાના શાપર ગામેં કાળમુખા ડમ્પરે ચગદી નાખતા બાઈક ચાલકનું મોત

મોરબી તાલુકાના શાપર ગામેં બેફામ સ્પીડે આવતા ડમ્પરે ચગદી નાખતા બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અંગે મૃતકના ભાઈએ ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં અકસ્માત જાણે આમ વાત હોઈ તેમ દિવસે ને દિવસે અનેક બનાવો સામે આવે છે ત્યારે શાપર ગામે આવેલ આમ્રપાલી કોમ્પલેક્ષની સામેના રોડ પર ડમ્પર નંબર જીજે ૧૩ એડબલ્યુ ૭૯૭૩ના ચાલકે બાઈક લઇ પસાર થતા હીતેષભાઇના મોટર સાઇકલ નંબર જીજે ૦૩ ડીએલ ૮૮૫૧ને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં
બાઈક ચાલક અને બાઈક પર કાળમુખા ડમ્પરનું ટાયર ફળી વળતા હિતેશભાઈને ગંભીર ઇજા થવા પામી હતી અકસ્માત બાદ આરોપી ડ્રાંઇવર ડમ્પર મૂકી ભાગી જતા ઇજાગ્રસ્ત યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું આ અંગે મૃતકના ભાઈ હરેશભાઇએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!