મોરબીમાં ગત ઓગસ્ટ માસમાં મોરબી જિલ્લામાં સારો વરસાદ વરસ્યો હતો. જેને લઈ ઉપરવાસમાંથી પાણીની આવક થતા બંગાવડી ડેમ ૯૦ % ભરાઈ ગયો છે. તેથી નીચલાવાળા 3 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં બંગાવડી ગામે આવેલ બંગાવડી ડેમમાં ઉપરાવાસમાંથી પાણીની આવક થતા ડેમની જળસપાટીમાં ખાસો વધારો થયો છે. જેને કારણે ડેમ 90 % ભરાઈ ગયો છે. અને હજુ પણ ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી બંગાવડી સિંચાઇ યોજના ડેમ એલર્ટ થઈ છે અને નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં ટંકારા તાલુકાનાં બંગાવડી ગામને તેમજ જોડિયા તાલુકાના ટીંબડી અને રસનાળ એમ ત્રણ ગામનાં લોકોને એલર્ટ કરાયા છે. અને નદીના પટ્ટમાં અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.