રાત્રે વાડીમાં પાર્ક કરેલ હોન્ડા શાઇન સવારે ગાયબ: અજાણ્યા ચોર સામે ફરિયાદ.
વાંકાનેરના કાશીપર ગામે રહેતા હરેશભાઈ સુખાભાઈ ધોરીયા ઉવ.૨૨એ ગત તા.૨૦/૦૮ના રોજ પોતાનું હોન્ડા શાઇન બાઇક રજી.નં. જીજે-૩૬-એક્યુ-૨૭૭૮ રાત્રે વાડીમાં પાર્ક કર્યું હતું. જે બાદ સવારે બાઇક જોવા ન મળતા આસપાસ શોધખોળ કરી હતી, પરંતુ બાઇક મળી આવેલ ન હોય જેથી પ્રથમ ઈ એફઆઈઆર બાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.






