Monday, August 24, 2026
HomeGujaratટંકારા: પોલીસને બાતમી આપવાનો ખાર રાખી યુવક પર ચાર શખ્સોનો હુમલો

ટંકારા: પોલીસને બાતમી આપવાનો ખાર રાખી યુવક પર ચાર શખ્સોનો હુમલો

ખીજડિયા ચોકડી નજીક બાઈક રોકી લોખંડના પાઈપ અને લાકડીથી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

- Advertisement -
- Advertisement -

ટંકારામાં પોલીસને બાતમી આપવાનો ખાર રાખી ચાર શખ્સોએ ખીજડીયા ચોકડી નજીક યુવકનું બાઈક રોકી લોખંડના પાઈપ અને લાકડીથી માર માર્યો હતો. જે બાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આરોપીઓએ પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ભોગ બનનારે ફરિયાદમાં જણાવ્યું હતું. હાલ ટંકારા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી વિગતો અનુસાર, હાજીશા ઉર્ફે મુન્નો હુશેનશા સોહર્ષદી ઉવ.૩૩ રહે. કલ્યાણપર રોડ સો વારીયા પ્લોટમાં ટંકારા વાળા બાઈક પર મજૂરો લેવા જઈ રહ્યા હતા ત્યારે ટંકારા તાલુકાના ખીજડિયા ચોકડી નજીક અમરાપર રોડ પર આરોપી હબીબભાઈ અબ્રાણી અને ઇમરાનભાઈ અબ્રાણી રહે. ટંકારા વાળાએ બાઈક રોકી ‘અમારી બાતમી કેમ આપે છે?’ તેમ કહી ગાળો આપી લોખંડના પાઈપ અને લાકડીથી પગમાં માર માર્યો હતો. ત્યારબાદ આરોપી હબીબભાઈએ આદમભાઈ અને અવેશને ફોન કરી બોલાવતા તેઓ પણ સ્થળે આવી યુવક સાથે ગાળાગાળી કરી હતી. જતા સમયે પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય આરોપીઓ ચાલ્યા ગયા હતા. ત્યારે મોરબી સિવિલમાં સારવારમાં રહેલ હાજીશા ઉર્ફે મુન્નાની ફરિયાદને આધારે ટંકારા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!