Saturday, January 4, 2025
HomeGujaratમાળીયા(મી) નજીક પીપળીયા ચાર રસ્તા પાસે ટ્રક માંથી મૃતદેહ મળી આવ્યો:હત્યા થયાની...

માળીયા(મી) નજીક પીપળીયા ચાર રસ્તા પાસે ટ્રક માંથી મૃતદેહ મળી આવ્યો:હત્યા થયાની આશંકા સાથે પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું

માળીયા(મી) પીપળીયા ચાર રસ્તા તરફ જતા હાઇવે પર પાર્ક કરેલ ટ્રક માંથી ટ્રક ડ્રાઈવરનો મૃતદેહ મળી આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

જેમાં વધુ વિગત મુજબ પીપળીયા ચાર રસ્તા નજીક રોડ પર પાર્ક કરેલ GJ-12-AU-5382 નંબરનો ટ્રક વધુ સમય સુધી એક જ સ્થિતિમાં રહેલ હોય અને તેમાં ડ્રાઇવર પણ વધુ સમયથી એક જ સ્થિતિમાં સૂતેલો જણાતા આજુ બાજુના લોકોએ તપાસ કરતા ટ્રક ડ્રાઇવર મૃત હોવાનું જણાયું હતું જેથી લોકોએ તુરંત પોલીસને જાણ કરતા માળીયા(મી) પોલીસ સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે માળીયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ મૃતક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ થયા હોવાનું જણાઈ રહ્યું છે અને આ ટ્રક ડ્રાઈવરની હત્યા થઈ હોવાની પ્રબળ આશંકા સેવાઇ રહી છે જોકે ખરેખર હત્યા થઈ છે કે નહીં અને જો હત્યા થઈ છે તો કયા હથિયાર વડે થઈ છે અથવા હત્યા નથી થઈ તો ક્યાં કારણોસર માથામાં ઈજાઓ પહોંચી છે જેવા અનેક સવાલોના જવાબ મૃતદેહનું પોસ્ટ મોર્ટમ થયા બાદ જ જાણવા મળશે જેથી હાલમાં માળીયા(મી) પોલીસે પીએમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરીને તપાસ આદરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!