હળવદ માળીયા હાઇવે પર મોટરસાઇકલ પર જઈ રહેલ પતિ-પત્નીને કાળ ભરખી ગયો હતો. જેમાં પુરપાટ ઝડપે આવતી બોલેરો કારે મોટરસાઇકલને હડફેટે લેતા મહિલાનું મોત નીપજ્યું છે. તેના પતિને બન્ને પગે તથા માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ સમગ્ર મામલે હળવદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદનાં રાણેકપર ખાતે રહેતા રજનીભાઇ રાયસંગભાઇ સીપરા નામના યુવકે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેના માતા-પિતા જયાબેન રાયસંગભાઇ સીપરા અને રાયસંગભાઇ સવસીભાઇ સીપરા હળવદ માળીયા હાઇવે માર્કટીગયાર્ડથી આગળ જેટકો સબ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે MH 05 AZ 0090 નંબરની બોલેરો પીકપના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી હોઇવે રોડ ઉપર ફરિયાદીના માતા-પિતાની મોટરસાઈકલને પાછળથી ભટકાડી દેતા તેના મમ્મી જયાબેન રાયસંગભાઇ સીપરાનુ કપાળના ભાગે તેમજ પેટના ભાગે ગંભીર ઇજા થતા મોત નીપજ્યું છે તથા પપ્પા રાયસંગભાઇ સવસીભાઇ સીપરાને બન્ને પગે તથા માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.