મોરબી ક્રાઇમ બ્રાન્ચે ચોરીમાં ગયેલ ૮૦ મીટર કેબલ વાયર સહિતનો મુદ્દામાલ કબજે કરી બન્ને આરોપીઓને તાલુકા પોલીસને સોંપ્યા.
મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલા રોલક્ષ કારખાનામાં એક મહિના અગાઉ થયેલી કેબલ ચોરીનો ભેદ મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી બે આરોપીઓને ચોરીના કેબલ વાયર સાથે ઝડપી પાડ્યા છે.
મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલા રોલેક્ષ સ્પ્રે ડાયર નામના કારખાનામાં ગત તા. ૫ જુલાઈની રાત્રે અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી ચાલુ લાઇનના ઇલેક્ટ્રિક કેબલ વાયર ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ત્યારે ચોરીના ગુનાની મોરબી ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ માધ્યમ, હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન બાતમીના આધારે જાંબુડીયા ખાતે તપાસ કરતાં વિજય અજયભાઈ ભરવાડિયા ઉવ.૨૦ રહે. જાંબુડીયા તા.જી. મોરબી તથા ઘેલો જમાલભાઈ ભરવાડિયા ઉવ.૨૧ રહે. રફાળેશ્વર મચ્છુનગર તા.જી.મોરબી વાળા મળી આવ્યા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતાં ચોરીની કબૂલાત કરી હોવાનું જણાવાયું છે. તેમની પાસેથી ચોરીમાં ગયેલો આશરે ૮૦ મીટર ઇલેક્ટ્રિક કેબલ વાયર કિ.રૂ.૪૦ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે બંને આરોપીઓની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા છે.
આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એસ.પી. જાડેજા, પીએસઆઇ બી.ડી. ભટ્ટ, પેરોલ-ફર્લો સ્કોડ પીએસઆઇ વી.જી. માલાણી તથા એલસીબી/પેરોલ ફર્લો સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






