Tuesday, August 25, 2026
HomeGujaratમોરબી-વાંકાનેર વિકાસ યોજનાના વાંધા-સૂચનો બે મહિનામાં રજૂ કરી શકાશે

મોરબી-વાંકાનેર વિકાસ યોજનાના વાંધા-સૂચનો બે મહિનામાં રજૂ કરી શકાશે

મુસદ્દારૂપ વિકાસ યોજના-૨૦૪૭ રાજ્યપત્રમાં પ્રસિદ્ધ: જાહેર જનતાને આધાર-પુરાવા સાથે લેખિતમાં ચાર નકલમાં વાંધા-સૂચનો રજૂ કરવા અપીલ.

- Advertisement -
- Advertisement -

મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તા.૨૩/૦૬/૨૦૨૫ના રોજ પુન:રચના થઇ હતી. જે અનુસંધાને મુસદ્દારૂપ વિકાસ યોજના -૨૦૪૭ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની દખાસ્તો તૈયાર કરી બોર્ડ બેઠકમાં મુસદ્દારૂપ શહેરી વિકાસ યોજનાને સર્વાનુમતે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ,૧૯૭૬ની કલમ -૯ તથા અધિનિયમ, ૧૯૭૬ની કલમ -૧૩ હેઠળ પ્રસિધ્ધ કરવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યુ હતુ.

જે ગુજરાત સરકારના રાજ્યપત્રમાં તા. ૨૧/૦૮/૨૦૨૬ના રોજ પ્રસિધ્ધ કરાયુ છે. મુસદ્દારૂપ વિકાસ યોજના જાહેર જનતાના વાંધા સૂચનો આ યાદી પ્રસિધ્ધ થયાના તારીખથી બે મહિનાની અંદર લેખિતમાં ચાર નકલમાં આધાર પુરાવાસહ રજુ કરવાના રહેશે. વાંધા સુચનો જાહેર જનતાએ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સતામંડળની કચેરી, મહાનગરપાલિકાની ઇસ્ટ ઝોન કચેરી ખાતે રજા સિવાયના દિવસે મોકલી શકશે. તેમ મુખ્ય કારોબારી અધિકારી મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!