Wednesday, April 24, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના વરડુસર ગામેથી બંદૂક સાથે ચતુર ઝડપાયો

વાંકાનેર તાલુકાના વરડુસર ગામેથી બંદૂક સાથે ચતુર ઝડપાયો

વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાંથી દેશી હાથ બનાવટની બંદુક સાથે નીકળેલ એક ઇસમને મોરબી એસ.ઓ.જી.ની ટીમેં દબોચી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાંથી શંકાસ્પદ હાલતમાં નીકળેલ આરોપી ચતુરભાઇ લધુભાઇ વીંજવાડીયા (ઉ.વ .૪૦ રહે . વરડુસર પાનીયા વાડી વિસ્તાર તા.વાંકાનેર જી.મોરબી)ને પોલીસે અટકાવી તલાશી લેતા તેના કબજામાંથી ગેરકાયદે લાયસન્સ વગર દેશી હાથ બનાવટની જામગરી બંદુક કી.રૂ .૧૫૦૦ ઝડપાઇ હતી. જેને પગલે પોલીસે આર્મ્સ એકટ મુજબ આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી કરી હતી.

આ કામગીરીમાં એસ.ઓ.જી.સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રસિકભાઇ કડીવાર , શેખાભાઇ મોરી , મહાવીરસિંહ પરમાર , મુકેશભાઇ જોગરાજીયા તથા કોન્સ્ટેબલ સતિષભાઇ ગરચર તથા ભાવેશભાઇ મિયાત્રા તથા સંદીપભાઇ માવલાના સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!