Friday, December 27, 2024
HomeGujaratહળવદમાં પતિ અને જેઠાણી વચ્ચે આડાસંબંધની શંકા કરતા પરિણીતા સાથે મારકુટ :...

હળવદમાં પતિ અને જેઠાણી વચ્ચે આડાસંબંધની શંકા કરતા પરિણીતા સાથે મારકુટ : ફરિયાદ નોંધાઈ

હળવદમાં પતિ અને જેઠાણી વચ્ચે આડાસંબંધની શંકા કરતા પરિણીતાને પતિ અને જેઠાણીએ મારકુટ કરીને ત્રાસ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવમાં મહિલા પોલીસે અરજીના આધારે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવની મોરબીના મહિલા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વલુમાબેન ભોજરાજખાન મલેક (ઉ.વ.૩૫, રહે મુળ કોરડા તા.સાંતલપુર જી.પાટણ હાલ રહે હળવદ જી.આઇ.ડી.સી યાસીન સોલ્ટ કારખાનામાં) એ આરોપી પતિ ભોજરાજખાન એલમખાન મલેક તથા જેઠાણી દનીબેન હનીફખાન મલેક સામે ફરિયાદ નોંધાવી હતી કે ,ફરીયાદીના દીકરાનો જન્મ તા.૨૭/૦૨/૨૦૧૨ ના રોજ થયા બાદ બે માસ પછી આરોપી પતિ અને જેઠાણી વચ્ચે આડા સબંધ હોવા બાબતે ફરીયાદીએ કરેલ શંકા કુશંકા બાબતેનુ મનદુખ રાખી બન્ને આરોપીઓએ અવાર- નવાર ઝધડાઓ કરી મારકુટ કરી શારીરિક માનસીક ત્રાસ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં પરિણીતાએ અગાઉ કરેલી અરજી મામલે મહિલા પોલીસે તપાસ કરીને બન્ને આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!