પ્રાપ્ત વિગતો અનુસાર દિનેશભાઈ આલાભાઇ ચાવડાએ આરોપી ટ્રક નં. એનએલ-૦૧-ક્યું-૪૬૯૧ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮નાં રોજ મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર જાંબુડિયા પાવર હાઉસ નજીક ટ્રક નં. એનએલ-૦૧-ક્યું-૪૬૯૧ ના ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવી ફરિયાદી દિનેશભાઈના ભાઈ જીવણભાઈ બાવજીભાઈ ચાવડાના મોટરસાયકલ નં. જીજે-૦૩-ઈજી-૩૨૭૬ સાથે ભટકાડી જીવણભાઈને પાડી દઈ જમણાં હાથમાં ફ્રેકચર તથા શરીરે ઈજા કરી પોતાનો ટ્રક રોડ પર રેઢો મૂકી નાશી છુટ્યો હતો. મોરબી તાલુકા પોલીસે અકસ્માતનાં આ બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.