Friday, December 27, 2024
HomeGujaratહળવદનાં માથક ગામે જૂની અદાવતમાં ડમ્પરચાલકને ગાળો બોલી ધમકી આપ્યાની નોંધાઈ ફરીયાદ

હળવદનાં માથક ગામે જૂની અદાવતમાં ડમ્પરચાલકને ગાળો બોલી ધમકી આપ્યાની નોંધાઈ ફરીયાદ

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદનાં ખેતરડી ગામે રહેતા વિષ્ણુભાઇ મયાભાઇ દેકાવડીયા (ઉ.વ ૨૪) એ આરોપી વિજયભાઇ ઉર્ફે અંકલો ભુપતભાઇ (રહે.માથક તા.હળવદ) વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧૧ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામા માથક ગામે સુંદરીભવાની જવાના રોડ પાસે આરોપીએ ફરીયાદી સાથેની જુની અદાવતના કારણે ફરીયાદી પોતાનુ ડમ્પર વાહન લઇને પોતાના ઘર તરફ જતા હતા તે દરમ્યાન આરોપી તેનું બાઇક લઇ ફરીયાદીના ડમ્પર આગળ ઉભુ રાખી ફરીયાદી પાસે આવી તેમને જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!