બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને ખેતમજુરી કરતા શ્રમિક પરિવારની સગીર વયની દીકરીને ગત તા. ૨૯ ઓક્ટોબરના રોજ સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામા આરોપી કનુભાઇ કાદુળાભાઇ રાઠવા લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવીને ભગાડી ગયો હતો. આ બનાવ ધ્યાને આવતા સગીરાના પિતાને આ બનાવની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસે આરોપી સામે પોકસો એકટ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.