ગુજરાત સરકાર દ્વારા મોરબી જિલ્લાને અપાયેલ સરકારી મેડિકલ કોલેજ અંગે છેલ્લી ઘડીએ નિર્ણય લઈ સરકારીને બદલે ખાનગી મેડિકલ આપવા અંગે નિર્ણય લેવાતા મોરબીવાસીઓ સાથે હળાહળ અન્યાય થયો છે આ મામલે મોરબી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે આજે કોંગ્રેસ દ્વારા હવન કરી તંત્રને સદબુદ્ધિ આપવા અંગે પ્રાથના કરાઈ હતી.
મોરબી જિલ્લાને સરકારી મેડિકલ કોલેજ મળે તે માટે મોરબી જિલ્લા કોગ્રેસ દ્વારા મોરબીના સરદાર બાગ સામે સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા પાસે છેલા ત્રણ દિવસથી ઘરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ચોથા દિવસે હવન હોમ નું આયોજન કારવામા આવ્યું હતું જેમાં કોંગી અગ્રણીઓ કાર્યકરો દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી અને સરકાર તથા સ્થાનિક તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરાઈ હતી.