રાત્રિ કર્ફ્યુ દરમ્યાન આંટાફેરા કરતો ઝડપાતા પોલીસે જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડીવીજનના પીએસઆઈ એલ.એન.વાઢીયાએ ખુદ ફરિયાદી બનીને ભાવિકભાઇ વેલજીભાઇ રગીયા (ઉ.વ.૨૧ ધંધો વેપાર રહે.વર્ધમાનનગર બ્લોક નંબર ૧૨ સામાકાંઠે મોરબી-૦૨) સામે ફરિયાદ નોંધાવી હતી કે આરોપી કોરોના સંક્રમિત હોય અને સરકારના ૧૪ દિવસ સુધી કવોરન્ટાઈન રહેવાના બદલે જાહેરનામા ભંગ કરી આરોપી પોતે કોરોના પોઝિટિવ હોવાનું જાણતા હોવા છતા કવોરેન્ટાઈનમાં નહી રહી ગતરાત્રે રાત્રી કરફ્યુ દરમિયાન જાહેરમાં ત્રાજપર ચોકડી નજીક એસ્સાર પંપ પાસે રોડ પર આંટાફેરા મારતો હતો. આથી, આરોપી ચેપનો ફેલાવો કરતા તેમજ રાત્રી કર્ફયુનો ભંગ કરી મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.