Monday, May 6, 2024
HomeGujaratહળવદની વિદ્યાર્થિનીના બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર બન્ને નરાધમો...

હળવદની વિદ્યાર્થિનીના બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર બન્ને નરાધમો ઝડપાયા

હળવદમાં વિદ્યાર્થિની સાથે મિત્રતા કેળવી બીભત્સ ફોટા વાયરલ કરવાંની ધમકી આપી દુષ્કર્મ આચરનાર બન્ને શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. બન્ને નરાધમોની જાહેરમાં સરભરા કરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠી છે.

- Advertisement -
- Advertisement -

હળવદની સગીરા સાથે મિત્રતા કેળવી સગીરાને ફોસલાવી જયેશ અને મેહુલ નામના બે નરાધમોએ બીભત્સ ફોટા અને વિડીયો શુટીંગ ઉતારી લીધા હતા. ત્યાર બાદ આ બીભત્સ ફોટા, વિડિઓ વાયરલ કરવાની ધમકી આપી સગીરાને બ્લેકમેલ કરી ઉપરાંત સગીરાના ભાઈને મારી નાંખવાની ધમકી આપી એક વર્ષ સુધી બનેં શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. જે અંગે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.ફરિયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરી હળવદના ખારીવાવડીમા વિસ્તારમાં રહેતા આરોપી જયેશ ચંદુભાઇ કણઝરીયા,અને મેહુલ સવજીભાઇ હડીયલ, રહે.ગોરી દરવાજા વાળા બન્ને નરાધમોને પોલીસ ઝડપી લીધા છે.

બન્ને આરોપીના ટેસ્ટ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખસેડી હળવદ પીઆઇ પી.એ.દેકાવાડીયાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!