Saturday, December 28, 2024
HomeGujaratમોરબીની સિવિલ હોસ્પિટલમાં ગાંઠ સહિત બે ઓપરેશન પાર પાડી દર્દીને પીડા મુક્ત...

મોરબીની સિવિલ હોસ્પિટલમાં ગાંઠ સહિત બે ઓપરેશન પાર પાડી દર્દીને પીડા મુક્ત કરતા ડોકટર

ગરીબ અને માધ્યમ વર્ગના લોકો માટે મોરબીની સિવીલ હોસ્પિટલ વર્ષોથી આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલના જનરલ સર્જન ડો. વિમલ દેત્રોજા દ્વારા એક જ દિવસમાં બે ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી દર્દીને પીડા મુક્ત કરાયા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી સિવિલ હોસ્પિટલના જનરલ સર્જન ડો. વિમલ દેત્રોજાએ ગઈ કાલે એક દર્દીના ગુદા ના ભાગમાંથી મોટી ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું આ ઉપરાંત એક દર્દીના વેરિકોસ વેન માટેના ઓપરેશન માટે પગની નળી બહાર પાડવાના ઓપરેશન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલમાં જે ઓપરેશન પાછળ મોટાપાયે ખર્ચ થતો હોઈ તેવા બે ઓપરેશનો મોરબીની સિવિલ હોસ્પિટલના ડોકટરે નિઃશુલ્ક પાર પડતા દર્દીના સગા સબંધીઓએ આભાર વ્યકત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!