Thursday, October 29, 2026
HomeGujaratટંકારા નજીક ટેન્કરની ટક્કરે ઈ-સ્કૂટર ચાલકનું મોત

ટંકારા નજીક ટેન્કરની ટક્કરે ઈ-સ્કૂટર ચાલકનું મોત

રામાપીર મંદિરે ધૂનમાં જતા વિરપરના નવનીતભાઈને દાદાવાડી હોટલ પાસે અકસ્માત નડ્યો: ટેન્કર ચાલક સામે ફરિયાદ.

- Advertisement -
- Advertisement -

રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારા નજીક દાદાવાડી હોટલ પાસે માર્ગ અકસ્માતના બનાવમાં પૂરઝડપે આવેલા ટેન્કરે પાછળથી ઈ-સ્કૂટરને ટક્કર મારતાં વિરપર ગામના નવનીતભાઈ વિરજીભાઈ વાધડિયાનું મોત નીપજ્યું હતું. હાલ અકસ્માતના બનાવમાં ટંકારા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, ટંકારા નજીક રાજકોટ-મોરબી હાઈવે પર દાદાવાડી હોટલ પાસે ટેન્કરની ટક્કરથી ઈ-સ્કૂટર ચાલકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વિરપર ગામના નવનીતભાઈ વિરજીભાઈ વાઘડિયા પોતાના ઈ-સ્કૂટર પર રામાપીર મંદિરે ધૂનમાં જવા નીકળ્યા હતા. દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલા ટાટા ટેન્કર રજી.નં. જીજે-૩૬-વી-૮૨૮૦ના ચાલકે તેમના ઈ-સ્કૂટરને હડફેટે લીધું હતું. ટક્કર વાગતા નવનીતભાઈ નીચે પટકાયા હતા અને ટેન્કરના પાછળના ટાયર નીચે આવી જતાં કપાળ, વાંસા સહિતના શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને સારવાર માટે ટંકારા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ ચુનીલાલ વિરજીભાઈ વાઘડિયાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી ટેન્કર ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!