મળતી માહિતી મુજબ હળવદના રણજીતગઢના રહેવાસી સામજીભાઇ ચતુરભાઈ દલવાડીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે મોટરસાયકલ જીજે-૧૩-ડીડી-૯૪૫૧ ના ચાલકે રણજીતગઢ ગામ નજીક ફરિયાદીના બાપુજી ચતુરભાઈ દલવાડી રોડ ક્રોસ કરવા જતા હોય ત્યારે બાઈકચાલકે હડફેટે લઈને ઈજા પહોંચી હતી તો આરોપી મોટરસાયકલ લઈને નાસી છુટ્યો હતો. હળવદ પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.