મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વીસીપરામાં રમેશ કોટન મિલની ચાલીમાં રોડ ઉપર જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા ભીખાભાઈ હાસમભાઈ સુમરા ઉવ.૪૨ રહે. વીશીપરા રમેશ કોટન મીલની ચાલી મોરબી, ઇસ્માઇલભાઈ કાસમભાઈ સુમરા ઉવ.૬૩ રહે. વીશીપરા મદીના સોસાયટી મોરબી, આમદભાઈ કાસમભાઈ સુમરા ઉવ.૪૪ રહે.વીશીપરા વિજયનગર મોરબી મુળ રહે. વનાળીયા તા.જી.મોરબી, ફીરોજભાઈ તૈયબભાઈ સુમરા ઉવ.૪૦ રહે. વાવડી રોડ ક્રિષ્ના પાર્ક શેરી નં.૦૩ મોરબી તથા રાજેશભાઈ ચતુરભાઈ રાઠોડ ઉવ.૫૧ રહે.જોન્સનગર વીશીપરા મોરબી વાળાને રોકડા ૭,૨૫૦/-સહિતના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યા હતા. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





