મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દિલ્હી મુકામે રાષ્ટ્રિય અઘ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ ઉપરાંત હાસ્ય પ્રવચનથી જાણીતા કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા સાથે દિલ્હી ખાતે મુલાકાત કરી હતી.
મહત્વનું છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સોંપવામાં આવેલ જવાબદારીમાં અવધના હરદોઈ જીલ્લાની તમામ 8 બેઠકો પર ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત થઈ હતી.જેમાંથી એક અગ્રણીને ઉત્તરપ્રદેશના મંત્રીમંડળમાં પણ સ્થાન મળ્યું છે. આથી કાંતિભાઈ અમૃતિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્ર અધ્યક્ષ જે પી નડાજી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મત્સ્યોદ્યોગ મંત્રી રૂપાલા, આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયા તથા સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સાથે શુભેચ્છા મુલાકાત લઈ ઉત્તરપ્રદેશની ચૂંટણીના પરિણામો અંગે ચર્ચા કરી હતી.