Friday, September 20, 2024
HomeGujaratમોરબીના મહારાણાપ્રતાપ સર્કલ પાસે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબીના મહારાણાપ્રતાપ સર્કલ પાસે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપેલ હોય જેને ધ્યાને લઈ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહારાણાપ્રતાપ સર્કલ પાસે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓને પકડી પાડી જેલ હવાલે કર્યા છે,

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મહારાણાપ્રતાપ સર્કલ પાસે જાહેરમાં નાસ્તાગલીમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતનાં આધારે તેઓએ સ્થળ પર રેઇડ કરતા સ્થળ પરથી નાસ્તાગલી ખુલ્લામાં મહારાણાપ્રતાપ સર્કલ પાસે જ રહેતા વિજયભાઇ તુલસીભાઇ મકવાણા, કિશનભાઇ મુળચંદ્રભાઇ નાગવંશી, કલ્પેશભાઇ મુકેશભાઇ ગોસાઇ અને નવધણભાઇ જીવણભાઇ સોલંકી નામના ૪ ઈસમોં જુગાર રમતા મળી આવતા પોલીસે તેઓને પકડી પાડી તેમની પાસેથી રૂ.૧૩,૪૮૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!