Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેરના રાતીદેવળી ગામેથી ચાર જુગારીઓ ઝડપાયા

વાંકાનેરના રાતીદેવળી ગામેથી ચાર જુગારીઓ ઝડપાયા

વાંકાનેરના રાતીદેવળી ગામેં જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી લઈ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

વાંકાનેરના રાતીદેવળી ગામેં આવેલ ખારોડીયો ઓકળામા જુગારની જોરદાર મહેફિલ જામી હોવાની પોલીસને કાને વાત પડતા પોલીસે બાતમી સ્થળે રેઇડ પાડી હતી આ દરમિયાન ગંજીપતા વડે તીન પતીનો જુગાર રમતા ચાર ઈસમો રોકડા રંગેહાથ ઝડપાયા હતા.પોલીસે જુગાર રમતા ધીરૂભાઈ ધનાભાઈ સાબરીયા, નાથાભાઈ વાલજીભાઈ મદ્રેસાણીયા અને મનસુખભાઈ ઉર્ફે મનોજ પ્રભુભાઈ કારેલીયા તથા રમેશભાઈ ઉર્ફે ભુપત વિભાભાઈ ફાંગલીયાને રંગેહાથ ઝડપી લીધા હતાં.પોલીસે તમામ જુગારીઓના કબજામાંથી રૂપિયા ૧૨૯૦૦ ના મુદામાલ જપ્ત કરી વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા કલમ –૧૨ મુજબ ગુનો રજી કરી કાયદેસરની કાયૅવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!