બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના મીતાણા ગામના રહેવાસી રહેમતુલ્લા ઉર્ફે રફીક અબ્દુલ ઠેબા(ઉ.વ.૩૨) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને પાંચેક મહિના પહેલા તેનું મકાન બશીર સુમાર ઠેબાને રહેવા માટે આપેલ હોય જે ખાલી કરવાનું કહેતા સારું નહિં લાગતા આરોપી અકબરભાઈ સુમારભાઈ ઠેબા, રજાકભાઈ ગુલાબભાઇ મોતીયાર , બશીરભાઈ સુમારભાઈ ઠેબા અને રજાક ગુલાબભાઇ મોતિયાર નાં કાકા મુન્નાભાઈ (રહે.કુવાડવા પોલીસ ચોકી પાછળ) એમ ચાર ઇસમોએ બોલાચાલી કરી ઝઘડો કરી છરીથી હુમલો કર્યો હતો, તેમજ લોખંડના પાઈપ અને લાકડીથી માથાના ભાગે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની ફરિયાદ પરથી ટંકારા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.