તાલીમમાં જોડાનાર બહેનોને પ્રતિ દિન રૂ. ૨૫૦ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે
સરકારના બાગાયત ખાતા દ્વારા બહેનો માટે બાગાયત પાકોના મુલ્યવર્ધન અંગેની વિવિધ ફળો જેવા કે જામ, જેલી, અથાણા તેમજ શરબત અને ઘર આંગણાની ખાલી જગ્યામાં ફળ શાકભાજીનાં ઉછેરની તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં ઓછામાં ઓછા ૨૦ બહેનો અને વધુમાં વધુ ૫૦ બહેનોમાં બે દિવસીય અને પાંચ દિવસીય તાલીમ આપવામાં આવશે.
આ તાલીમમાં જોડાનાર બહેનોને પ્રતિ દિન રૂ. ૨૫૦ સ્ટાઇપેન્ડ તરીકે સરકારના બાગાયત ખાતા દ્વારા આપવામાં આવશે. તાલીમ મેળવવા માટે આઇ ખેડુત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર તા. ૩૧-૦૧-૨૦૨૨ સુધીમાં અરજી કરવાની રહેશે. આ અરજીની પ્રિંટ સાથે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુકની નકલ નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંબરઃ-૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે મોકલી આપવા નાયબ બાગાયત નિયામક મોરબીની યાદીમાં જણાવાયું છે.