Monday, August 17, 2026
HomeGujaratમોરબી જીલ્લામાં જુગારનો સપાટો: પાંચ દરોડામાં ૪૫ બાજીગર ઝડપાયા

મોરબી જીલ્લામાં જુગારનો સપાટો: પાંચ દરોડામાં ૪૫ બાજીગર ઝડપાયા

સીટી-એ, સીટી-બી, એલસીબી, ટંકારા અને હળવદ પોલીસની કાર્યવાહીમાં કુલ રૂ.૬.૭૪ લાખ રોકડા સહિત રૂ.૯.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ દ્વારા જુગારની પ્રવૃત્તિ સામે હાથ ધરાયેલી ઝુંબેશમાં ગઈકાલ તા.૧૬/૦૮ના રોજ એક જ દિવસમાં પાંચ અલગ-અલગ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. મોરબી સીટી-બી, એલસીબી, સીટી-એ, ટંકારા અને હળવદ પોલીસે કુલ ૪૫ શખ્સોને ઝડપી પાડી કુલ રૂ.૬,૭૪,૨૦૦/- રોકડા તથા મોબાઇલ સહિત રૂ.૯,૨૯,૨૦૦/-નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.

મોરબી જીલ્લા પોલીસવડા મુકેશકુમાર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાંચ અલગ-અલગ સ્થળે દરોડા પાડી કુલ ૪૫ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

જેમાં મોરબી સીટી-બી ડિવિઝન: મોરબી-હળવદ રોડ ઉપર સિરામિક એમ્પાયર કોમ્પ્લેક્સમાં કેવલભાઈ કલરીયાની દુકાન નં.૩૦૫માં દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.૨૫,૧૦૦/- કબજે કર્યા હતા. હતા.

મોરબી એલસીબીની કાર્યવાહી: શનાળા રોડ પર સ્કાયમોલ નજીક વિરાટ-૨ કોમ્પ્લેક્સમાં સુપ્રીતભાઈ ત્રિભોવનભાઈ પટેલની ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી આઠ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂ.૨,૭૦,૫૦૦/- રોકડા, આઠ મોબાઇલ ફોન કિ.રૂ.૭૫,૦૦૦/- મળી કુલ રૂ.૩,૪૫,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

મોરબી સીટી-એ ડિવિઝન: રવાપર-ધુનડા રોડ પર રવાપર રેસિડેન્સી ગાર્ડન પેલેસ ખાતેના જગદીશભાઈ વાલજીભાઈ દેવાયતકા દ્વારા ભાડાના ફ્લેટ નં.૫૦૩માં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી પોલીસે સાત શખ્સોને ઝડપી પાડી રૂ.૧,૨૧,૬૦૦/- રોકડા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ટંકારા પોલીસ: ટંકારા-લતીપર રોડ પર અક્ષયભાઈ રસિકભાઈ ગજેરાના ધર્મજીવન જીન કારખાનાની ઓફિસમાં દરોડો પાડી કુલ ૧૯ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. ટંકારા પોલીસે જુગારના પટ્ટમાંથી રૂ.૧,૩૦,૦૦૦/- રોકડા, ૨૪ મોબાઇલ ફોન કિ.રૂ.૧,૮૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૧૦,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

હળવદ પોલીસ: હળવદ તાલુકાના રાતાભે ગામે પ્રવીણભાઈ લાલજીભાઈ કેરવાડીયાના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન હળવદ પોલીસે કુલ આઠ શખ્સોને ઝડપી પાડી રૂ.૧,૨૭,૦૦૦/- રોકડા સહિતનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!