૧૮ ઓગસ્ટે અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ મંદિરે રાત્રે ૯:૩૦ કલાકે બેઠક યોજાશે.
મોરબી સર્વે હિન્દુ સંગઠન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. શોભાયાત્રાના માર્ગ, વ્યવસ્થા અને વિવિધ કાર્યક્રમોના સંકલન માટે તા. ૧૮ ઓગસ્ટના રોજ મહત્વપૂર્ણ બેઠક યોજાશે.
મોરબી સર્વે હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે મોરબી શહેરમાં ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. આ શોભાયાત્રાના સુવ્યવસ્થિત આયોજન, માર્ગ વ્યવસ્થા તેમજ વિવિધ કાર્યક્રમોના સંકલન અંગે આગામી તા.૧૮ ઓગસ્ટ ૨૦૨૬ મંગળવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે શ્રી જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં દિવસ દરમિયાન યોજાનારા કૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમોના આયોજકો, રાત્રિના મટકી ફોડ કાર્યક્રમોના આયોજકો તેમજ હિન્દુ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત સર્વે હિન્દુ સંગઠનના અધિકારીઓ તથા કાર્યકર્તાઓ, મોરબી વેપારી એસોસિયેશનના આગેવાનો, ગણેશ ઉત્સવ સમિતિના આયોજકો, ગરબી મંડળોના આયોજકો તથા વિવિધ હિન્દુ સમાજના આગેવાનો અને આયોજકોને પણ બેઠકમાં સહભાગી થવા આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા અને સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સૌના સહકાર અને સહભાગિતાને મહત્વપૂર્ણ ગણાવી તમામ આગેવાનો, આયોજકો તથા કાર્યકર્તાઓને સમયસર બેઠકમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આહવાન કરવામાં આવ્યું છે તેમ યાદીમાં જણાવાયું છે.






