Friday, April 26, 2024
HomeGujaratપત્તાપ્રેમીઓના રંગમાં પડ્યો ભંગ : ચાર લોકો જુગાર રમતા ઝડપાયા

પત્તાપ્રેમીઓના રંગમાં પડ્યો ભંગ : ચાર લોકો જુગાર રમતા ઝડપાયા

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા અવારનવાર સૂચના કરેલ હોવાથી તે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસના સ્ટાફ દ્વારા નવલખી રોડ પાસેથી ચાર પત્તાપ્રેમીઓને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને ખાનગીરાહે બાતમી મળી હતી કે, નવલખી રોડ પાર આવેલ રણછોડનગર રવીરાજ ફ્લોરમીલની બાજુની શેરીમાં જાહેર અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી જુગાર રમતા સૌકતઅલી શેરઅલી ધમાણી, હુસેનભાઇ નુરમામદભાઇ શેખ, કુલદીપસિંહ નરપતસિંહ રાણા અને ભગીરથસિંહ પ્રવિણસિંહ રાણા એમ ચાર ઈસમો મળી આવ્યા હતા. જેમની પાસેથી પોલીસે રૂપીયા-૫૧૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!