મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પીઆઈ વી. બી. જાડેજાની સુચનાથી પીએસઆઈ એન. બી. ડાભી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન માળિયા(મિ.) તાલુકાના ખીરઈ ગામની સીમમાં માળિયા-મોરબી હાઈવે પર નવી બનતી હોટલના ગ્રાઉન્ડમાં આવેલ ઓરડીમાં હાસમ કરીમભાઈ મિયાણા (રહે-વિસીપરા, મદિના સોસાયટી) વાળો બહારથી સ્ત્રી-પુરુષોને બોલાવી સગવડ પૂરી પાડી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી સ્થળ પરથી જુગાર રમતાં હાસમ કરીમભાઈ મોવર, અનવર જુસબભાઈ જામ અને સોનલબેન હિતેશભાઈ નાગ રહે. બધા મોરબી વાળાઓને રોકડા રૂ.૨,૪૫,૦૦૦/ અને મોબાઈલ નંગ-૩ કિં.રૂ.૧૦,૫૦૦/- એમ કુલ મુદામાલ કિં.રૂ. ૨,૫૫,૦૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.