પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચના મુજબ ડીવાયએસપી રાધિકા ભારાઈ તથા સીપીઆઈ બી. જી. સરવૈયાનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન. એચ. ચુડાસમા તથા ટીમનાં માણસોને મળેલી બાતમીના આધારે માળીયા (મી.) તાલુકાનાં નવાગામ ખાતેથી અબ્દુલભાઈ ઉર્ફે પોપો અહેમદભાઈ જામ (ઉ.વ.૪૫, રહે. નવાગામ તા. માળીયા જી. મોરબી)વાળાને ગે.કા. સિંગલ બેરલ બાર બોરની બંદૂક સાથે પકડી પાડી તેની અટક કરી તેની પાસેથી સિંગલ બેરલ બાર બોરની બંદૂક (કિં.રૂ.૫૦૦૦/-) કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પીએસઆઇ એન.એચ.ચુડાસમા, હેડ કોન્સ. શેખાભાઈ મોરી, અજીતસિંહ પરમાર, ક્રિપાલસિંહ ચાવડા, સંજયભાઈ રાઠોડ, વિશ્વરાજસિંહ ઝાલા અને યુવરાજસિંહ જાડેજા સહિતનાઓ રોકાયેલા હતાં.