પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. ૧૮ના રોજ મોરબીના સામાકાંઠે આવેલ શક્તિ ચેમ્બર પાસે મેલડી માં ના ઢાળીયા પાસેથી રાત્રે ઘનશ્યામભાઈ ઈશ્વરભાઈ (રહે. ઉમિયાનગર) વાળા ને એક બાળકી મળી આવેલ હતી તે હિન્દી ભાષા જાણે છે અને પોતાનું નામ તનુજા જણાવે છે. જો કોઈ આ બાળકી ને ઓળખતું હોય અથવાતો તેના માતા પિતાને જાણતું હોય તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફોન નં.૦૨૮૨૨૨૪૨૬૫૧ તથા મો. નં. ૮૯૯૦૭૦૮૯૯૧ ઉપર જાણ કરવા વિનંતી છે