Monday, July 20, 2026
HomeGujaratહળવદ: ચારિત્ર્ય અંગે શંકા રાખી અપાતા ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાત કર્યો

હળવદ: ચારિત્ર્ય અંગે શંકા રાખી અપાતા ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાત કર્યો

દીકરીને મરવા મજબુર કરનાર જમાઈ વિરુદ્ધ ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના બુટવડા ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટનામાં મૃતકના પિતાએ જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિ સતત ચારિત્ર્ય અંગે વહેમ રાખી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હોવાથી પત્નીએ અંતિમ પગલું ભર્યા અંગેની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ધ્રાંગધ્રા તાલુકાના થળા ગામે રહેતા ચંદુભાઈ ગણેશભાઈ પાડલિયાએ હળવદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પતિ દ્વારા સતત ચારિત્ર્ય અંગે ખોટી શંકા રાખી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાથી તેમની પુત્રીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. તેમની પુત્રી અલ્કાબેનના લગ્ન જૂન-૨૦૨૫ દરમિયાન હળવદ તાલુકાના બુટવડા ગામના મુકેશભાઈ ગણેશભાઈ લોદરિયા સાથે થયા હતા. આ લગ્ન સંસાર દરમિયાન દંપતીને દોઢ માસનો પુત્ર પણ હતો. લગ્નના શરૂઆતના થોડા મહિના બાદ આરોપી પતિ મુકેશભાઈ પત્ની પર અન્ય કોઈ સાથે આડાસંબંધ હોવાની શંકા રાખીને વારંવાર હેરાનગતિ અને કનડગત કરતો હતો. મૃતક અલ્કાબેન અનેક વખત પિયરમાં ફોન કરીને પતિ દ્વારા અપાતા માનસિક ત્રાસ અંગે જાણ કરતી હતી. પરિવારજનોએ અનેક વખત સમાધાનનો પ્રયાસ કરી જમાઈ તથા સાસરિયાઓને સમજાવ્યા હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પુત્રના જન્મ બાદ પણ પતિનું વર્તન બદલાયું નહોતું અને સતત વહેમ તથા અપમાનજનક શબ્દો બોલીને ત્રાસ આપવામાં આવતો હતો. આ દરમિયાન ગત તા.૧૦ જૂન ૨૦૨૬ની રાત્રે અલ્કાબેને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હાલ ચંદુભાઈની ફરિયાદના આધારે પોલીસે આરોપી મુકેશભાઈ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૮૫ અને ૧૦૮ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!