Wednesday, May 8, 2024
HomeNewsHalvadહળવદ પોલીસમથકના પોલીસકર્મીએ જામનગરના વ્યક્તિ પાસે લાંચ ની માંગણી કરતા તપાસનો ધમધમાટ

હળવદ પોલીસમથકના પોલીસકર્મીએ જામનગરના વ્યક્તિ પાસે લાંચ ની માંગણી કરતા તપાસનો ધમધમાટ

હળવદ પોલીસમથકમાં ફરજ બજાવતા પ્રવીણ પટેલ નામના પોલીસકર્મી દ્વારા જામનગરના વ્યક્તી પાસે લાંચની રકમ ની માંગણી કરતા જામનગર એસીબીએ તપાસ શરૂ કરી

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસમાં ફરજ બજાવતાં પ્રવીણ પટેલ નામના પોલીસકર્મી દ્વારા જામનગરના વ્યક્તિ પાસે લાંચની માંગણી કરી હતી જેમાં અંગત સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ૪૦,૦૦૦/- ની લાંચ માંગવામાં આવી હોવાનો એસીબીમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે ત્યારે હાલ મોરબી એસીબી ટીમે આરોપી પ્રવિણ પટેલની અટકાયત કરી અને આગળની કાર્યવાહી જામનગર એસીબીએ હાથ ધરી છે જેના પર આક્ષેપ છે તે પોલીસકર્મી પ્રવીણ પટેલ ભૂતકાળમાં પણ લાંચ માંગવાના ગુનામાં પકડાઈ ચુક્યા છે એ સિવાય પણ અનેક વિવાદમા આવી ચુક્યા છે ત્યારે આજે લાંચની માંગણી કરવાની ફરિયાદ જામનગર એસીબી ટીમને મળતા જામનગર એસીબી પીઆઈ પરમારે હાથ ધરી છે જેમાં આ બનાવની જાણ મોરબીમાં થતાં જ પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!