અજાણ્યા સામે સીટી એ ડિવિઝનમાં પ્રિઝન એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
મોરબી સબ જેલમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક (પ્રિઝન) રાજકોટ ઝોનની સૂચનાથી ટીમ દ્વારા કરવામાં આવેલી અચાનક તપાસ દરમિયાન જેલ પરિસરમાંથી બે કીપેડ વાળા મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેમાં એક મોબાઈલ મંદિર પાસેથી અને બીજો બેરેકના ઇલેક્ટ્રિક બોર્ડની ઉપરથી મળી આવ્યો હતો. હાલ આ મામલે અજાણ્યા ઈસમ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બીએનએસની કલમ ૨૨૩ તેમજ પ્રિઝન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે.
મોરબી સબ જેલમાં ગઈકાલ તા. ૨૪ જૂનના રોજ સાંજે ૫.૩૦ થી ૭ વાગ્યા દરમિયાન નાયબ પોલીસ મહાનિરીક્ષક (પ્રિઝન) રાજકોટ ઝોનના માર્ગદર્શન હેઠળ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સુબેદાર કાનજીભાઈ એલ. સાંબડ અને તેમની રેઈડ ટીમે જેલ અધિકારીઓની હાજરીમાં વિવિધ સર્કલ અને બેરેકોની ચકાસણી કરી હતી. ત્યારે આ તપાસ દરમિયાન સર્કલ નંબર-૦૧૦૧માં આવેલા મંદિર ખાતે લટકાવેલી થેલીમાંથી એચએમડી કંપનીનો એક કીપેડ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ ઉપરાંત સર્કલ નંબર-૨૨ના બેરેક નંબર-૦૩૦૩ની લોબીમાં આવેલા ઇલેક્ટ્રિક બોર્ડના ઉપરના ભાગે વાયરિંગ વચ્ચે સંતાડેલો સ્નેજીયન બોલ્ડ કંપનીનો બીજો કીપેડ મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો.
જે બાદ બેરેક નંબર-૦૩૦૩માં રહેલા ૪૨ કાચા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ મોબાઈલ ફોન અંગે કોઈએ માલિકી સ્વીકારી નહોતી. જેલમાં પ્રતિબંધિત ગણાતી આ વસ્તુઓ કેવી રીતે અંદર પહોંચી, તેનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો અને તેના માધ્યમથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવી હતી કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત આ સમગ્ર મામલામાં કોઈ કેદી, આરોપી, જેલ કર્મચારી અથવા અન્ય વ્યક્તિની સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. હાલ પ્રતિબંધિત મોબાઇલ મળ્યા અંગે સુબેદાર કાનજીભાઈ એલ. સાંબડની ફરિયાદના આધારે સીટી એ ડિવિઝન પોલીસે અજાણતા વિરુદ્ધ પ્રિઝન એક્ટ તથા બીએનએસ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેન્જ આઈજીની ઝડતી દરમિયાન બે મોબાઈલ ફોન મળી આવ્યા.