Monday, December 23, 2024
HomeGujaratહળવદ : મોરબી ચોકડી નજીક કારચાલકે હડફેટે લેતા બાઈકસવાર આધેડનું મોત

હળવદ : મોરબી ચોકડી નજીક કારચાલકે હડફેટે લેતા બાઈકસવાર આધેડનું મોત

હળવદ માળીયા હાઈવે પર અવનારવાર અકસ્માત સર્જાયા કરે છે ત્યારે હળવદની મોરબી ચોકડી નજીક કારચાલકે બાઈકને હડફેટે લેતા બાઈકસવાર આધેડનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા ભરતભાઈ રામજીભાઈ કણઝારિયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી બ્રેજા કાર નં. જીજે-૦૧-આરવાય-૨૦૫૧ નાં ચાલકે પોતાની કાર પુર ઝડપે ચલાવીને ફરિયાદી ભરતભાઈના ભાઈ મનસુખભાઈ રામજીભાઈ કણઝારીયા (ઉ.૫૫) ના મોટરસાઈકલ સાથે ભટકાડી અકસ્માત સર્જયો હતો જેમાં મનસુખભાઈને શરીરે ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે તો હળવદ પોલીસે અકસ્માતનાં બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!