અકસ્માતનાં આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદનાં દેવીપુર ગામની સીમમાં પરસોતમભાઇ મીઠાભાઇ પટેલની વાડીએ રહેતા મુળ છોટાઉદેપુરનાં વતની ટુલીયાભાઇ રામસિંગભાઇ રાઠવા (ઉ.વ.૩૦) ગત તા. ૭ માર્ચનાં રોજ પોતાનું મોટરસાયકલ નં. જીજે-૬-એચએન-૬૯૩૦ વાળુ પુર ઝડપે ચલાવી જઈ રહ્યા હતા ત્યારે નવા માલણીયાદ ગામથી ૧ કી.મી. દૂર હળવદ તરફનાં રસ્તે તેને મોટરસાયકલનાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા મોટરસાયકલ સ્લીપ થઈ જતાં તેઓને માથાનાં ભાગે ગંભીર ઈજા થતાં તેઓનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ગઈકાલે વરસનભાઇ વિસ્તાભાઇ રાઠવા (ઉ.વ.૨૧, ધંધો-મજુરી, રહે. ગામ ખોદવનીયા તા.જી.છોટાઉદેપુર) વાળાએ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.