બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ધર્મેશભાઇ પ્રેમજીભાઇ વામજા (ઉ.વ.૨૯, ધંધો-ખેતી, રહે.રણમલપુર, તા.હળવદ) એ આરોપી મનસુખભાઇ જાદુભાઇ (રહે.ઘણાંદ, તા.હળવદ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૨૨ ના રોજ ઘણાંદ ગામની સીમમાં આરોપી મનસુખભાઇ જાદુભાઇએ પોતાના હાથમાં ધારીયુ લઇ ફરીયાદીના કબ્જાવાળી જમીનમાં આવીને પાણી વાળવાનો ટપક પધ્ધતીનો હેડ તથા ઓરડીની પાછળ પડેલ કાળી લાઇનો તથા ફરીયાદીની વાડીએ ઓરડીમાં રાખેલ ઇલેક્ટ્રીક વીજ મીટર તથા સ્ટાર્ટર તથા પાવર-એમ્પીયર કાંટાને તોડી નાખીને આશરે રૂ. ૨૦,૦૦૦/- ની નુકશાની કરી ફરીયાદી તથા ફરીયાદીના બાપુજીને જેમ ફાવે તેમ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી આરોપીએ ફરીયાદી ઉપર ધારીયુ ઉગામ્યુ હતું. હળવદ પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.