Thursday, April 25, 2024
HomeGujaratઝૂલતા પુલ કેસની ચાર્જસીટમાં બધા આરોપીઓનુ નામ દાખલ કરવા હ્યુમન રાઇટ્સ એસોસિયેન...

ઝૂલતા પુલ કેસની ચાર્જસીટમાં બધા આરોપીઓનુ નામ દાખલ કરવા હ્યુમન રાઇટ્સ એસોસિયેન દ્વારા માંગ કરાઈ

મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલ દુર્ઘટનાને ત્રણ મહિનાથી વધુ સમય વીતી ગયો છે જેમાં ૧૩૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા.ભલભલાનું કાળજું કંપાવી દેનારી આ દુર્ઘટનાથી સમગ્ર દેશ જ નહીં બલ્‍કે વિદેશમાં પણ ઘેરા પડઘા પડ્‍યા છે. ત્‍યારે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં બધાજ દોષિતોના નામ ચાર્જસીટમાં દાખલ કરવા અને નગરપાલિકાને સુપરસીડ કરવા કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબીના ઝુલતા પુલ દુર્ધટનાને ત્રણ મહિના કરતા વધારે સમય થઇ ગયેલ છે. આ દુર્ઘટનામાં ૧૩૫ કરતા પણ વધારે લોકોની જાનહાની થઇ છે. તેમજ ઘણાને ઈજાઓ પણ થયેલ છે. ઘણા કુટુંબના કન્ધોતર, મહિલાઓ તેમજ ઘણા નાના બાળકો મુત્યુ પામેલ છે. આ ઘટનાની તપાસ તેમજ કાયર્વાહી તટસ્થ અને પક્ષાપક્ષી રહિત તેમજ વાહલા દવલાની નીતિ રીતીથી પર થઇ રહી હોય તેવું દેખાતું નથી તેવું લોકો કહી રહ્યા છે. આ સમગ્ર ઘટનાનો ઈતિહાસ જોવા જઈએ તો આ ઝુલતો પુલ જે મોરબીની ઘરોહર તેમજ એક અમુલ્ય નજરાણુ હતું. તેની સારસંભાળ રાખવાની જવાબદારી નગરપાલિકાની હતી. પરંતુ નગરપાલિકાએ આવું કઈ ના કરતા ઓરેવા કંપનીને આ સારસંભાળ રાખવા માટે એગ્રીમેંટ કરીને આપેલ હતો. આ અગ્રીમેંટ કરતા સમયે શું? દરેક પાસાઓને ધ્યાનમાં લેવામાં આવેલ હતા ? કે આ એગ્રીમેંટ માં જ કોઈ ચૂક રહેવા પામેલ છે? તેની પણ તપાસ કરવા અમારી માંગણી છે.

પત્રમાં કાન્તિલાલ ડી. બાવરવાએ વધુમાં જણાવ્યું હતું કે, પુલનું કામ પૂર્ણ થવા પછી શું? કાર્યવાહી કરવી તેનો ઉલ્લેખ અગ્રીમેંટમાં છે? તો અમારી માંગણી છે કે, આ એગ્રીમેંટની શરતો સાર્વજનિક કરવામાં. જેથી લોકોને પણ જાણકારી મળે કે અસલ ગુનેગાર કોણ કોણ છે. આ કામ પૂર્ણ થયા બાદ પુલ ચાલુ કરવામાં આવેલ ત્યારે સરકાર તેમજ નગરપાલિકા તેમજ સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા મોરબીની જનતાને ઝુલતા પુલની ભાજપ તરફ ભેટ તેવા બેનરો લાગેલા તેવું લોકો કહી રહ્યા છે. તે તો સાચું છે?. આ બેનરો કોના દ્વારા લગાવવામાં આવેલ તેની તપાસ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. આ દુર્ઘટના થાય બાદ કાર્યવાહીના ભાગરૂપે પુલ પર ફરજ બજાવતા લોકોની ઘરપકડ કરીને જેલમાં પુરવામાં આવેલ છે. જયારે જયસુખ પટેલને હવે ઘરપકડ કરવામાં આવેલ છે. તો શું? કાયદો કાયદાનું કામ યોગ્ય રીતે કરી રહ્યો છે? તેવું લોકો કહી રહ્યા છે શું? હજુ કોઈ ગુનેગાર બાકી રહેતા નથી ? આ દુર્ઘટનામાં નગર પાલિકાના ચુટાયેલા સદસ્યો પદાધિકારીઓને કોઈ દોષ નથી શું? પુલનું ઉદ્ઘાટન થઇ જાય. લોકો ફરવા જવા માંડે અને શું નગપાલિકાના આ પદાધિકારીઓને આની જાણ જ ન હોતી ? જો આ મંજુરી વગર હતું તો આ પદાઘકારીઓ અને સદસ્યો ચુપ કેમ હતા? તો એમની તપાસ કરી ખરેખર આ લોકોને પણ ગુનેગાર ગણીને ઘરપકડ કરવી જોઈએ તેવું લોકો કહી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, હમણા સરકાર દ્વારા નગરપાલિકાને સુપરસીડ કરતા પહેલા નગરપાલિકાના પદાધિકારીને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલી તેના અનુસંધાને સામાન્ય સભા બોલાવવામાં આવેલ તેમાં ૩૯ જેવા સભ્યો હાજર રહેવાનું જણાવવામાં આવેલ છે. અને અન્ય સભ્યો ગેરહાજર રહેલા હતા. લોકોના કહેવા મુજબ આ ગેરહાજર રહેનાર કોઈ અગમ્ય કારણોસર ગેરહાજર રહેલ અને બહાનું બીજું બતાવેલ છે. આ બોર્ડના બધા જ સભ્યો ભાજપ પક્ષના છે. તેઓ બાવન સભ્યો દ્વારા અગાઉ બજેટની સામાન્યસભાના બધા જ ઠરાવો થયેલ વિડીઓગ્રાફી મુજબ નામંજુર કરેલ છે. અને એવું જણાવવા મળે છે કે, પાછળથી અન્ય કારણ લખવામાં આવેલ છે. તો આની પણ તપાસ કરાવી યોગ્ય પગલા લેવા તો અમારો પ્રશ્ન એ છે કે, આ બાવન સભ્યો દ્વારા કરવા.માં આવેલ ઠરાવો શા માટે નામજુર કરવા પડ્યા છે?. અને જો આ સભ્યોને પોતાના કરેલ ઠરાવો જ મંજુર ના હોય તો શા માટે? આ નગરપાલિકાને સુપરસીડ ના કરવી જોઈએ તે પણ એક પ્રશ્ન છે. તો અમારી માંગણી છે કે, આ નગરપાલિકાને હાઈકોર્ટના આદેશો અનુસાર સુપરસીડ કરવામાં આવે. અને જવાબદાર દરેક પદાધિકારીઓ ચુંટાયેલા અને સરકારી નોકરીયાતને ગુનેગાર ગણીને તપાસ કરીને ચાર્જસીટમાં તેઓના નામ દાખલ કરવામાં આવે અને તેને પણ યોગ્ય સજા કરવામાં આવે તેવી અમારી માંગણી છે. તેમ ન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!