Wednesday, January 15, 2025
HomeGujaratહળવદ તાલુકાના દિઘડિયા ગામે સાસરિયાઓએ પરિણીતા પર દમન ગુજારતા મહિલા પોલીસ મથકે...

હળવદ તાલુકાના દિઘડિયા ગામે સાસરિયાઓએ પરિણીતા પર દમન ગુજારતા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

હળવદના દિઘડીયા ગામે પરિણીતાએ પતિ, સસરા, દિયર તથા નણંદ સામે માનસિક અને શારીરિક ત્રાસ આપવાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના હળવદ તાલુકાના દિઘડીયા ગમે રહેતી ગંગાબેન મેહુલભાઇ મુંધવા નામની પરણિતા પર તેના પતિ-મેહુલ રણછોડભાઇ મુંધવા, સસરા-રણછોડભાઇ રામાભાઇ મુંધવા, દિયર-દિનેશ રણછોડભાઇ મુંધવા તથા નણંદ-રંજનબેન રણછોડભાઇ મુંધવા ચારિત્ર્ય અંગે શંકા કરી ખોટા કામ કરાવવા માટે દબાણ કરતા હતા. તેમજ સંતાન નહિ થવા બાબતે આવાર-નવાર મેણા-ટોણા બોલી શારીરિક અને માનસીક દુખત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરાયો છે. તેમજ ઢીકાપાટુ તથા દોરડાના કટકા વડે શરીરે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાના આક્ષેપ સાથે પરિણીતાએ તમામ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં આઇ.પી.સી. કલમ ૪૯૮(ક),૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજ્બ ગુનો નોંધાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!