Tuesday, July 23, 2024
HomeGujaratહળવદમાં ચોરીમાં ગુન્હાને અંજામ આપી ફરાર શખ્સ ઝડપાયો

હળવદમાં ચોરીમાં ગુન્હાને અંજામ આપી ફરાર શખ્સ ઝડપાયો

હળવદ પોલીસ મથકના ચોરીના ગુન્હામાં ફરાર આરોપીને મોરબી એસ.ઓ.જી. ની ટીમેં સરા ચોકડી નજીકથી ઝડપી લઈ કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પંથકમાં ચોરીના ગુન્હાને અંજામ આપી આરોપી ફરાર થઈ ગયો હતો જે અંગે હળવદ પોલીસ મથકમાં પાર્ટ ગુ.ર.નં .૪૨૧ / ૨૦૨૧ આઇ.પી.સી.કલમ ૩૮૦,૪૫૭,૧૧૪ મુજબના ફરિયાદ નોંધાઈ હતી. જે ગુન્હામાં સંડોવાયેલ આરોપી માલજીભાઇ ઉર્ફે માલો કરમશીભાઇ ઉર્ફે કમશીભાઇ વઢીયારા દેવીપુજક (ઉ.વ.૨૭ રહે. સુરેંદ્રનગર મુળી રોડ સુધારા પ્લોટ)ને પોલીસે હળવદની સરા ચોકડી પાસેથી દબીચી લીધો હતો.

પોલિસે આ આરોપીને ઝડપી વધુ કાર્યવાહી અર્થે હળવદ પોલીસ મથકે સોપી ધોરણસર કાર્યવાહી કરવા તજવીજ આદરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!