Monday, May 20, 2024
HomeGujaratહળવદમાં ખનીજ ચોરીનાં ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી સામખીયારીથી ઝડપાયો

હળવદમાં ખનીજ ચોરીનાં ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી સામખીયારીથી ઝડપાયો

રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવે તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડવા તેમજ અસરકારક કામગીરી કરવા સારૂ સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે હળવદ પોલીસ સ્ટેશનના ખનીજચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, હળવદ પોલીસ સ્ટેશનના ખનીજ ચોરીનાં ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી રહીમભાઇ હુશેનભાઇ રાઉમા (રહે. હાલ સામખીયારી જી.કચ્છ મુળ ગામ ઢગા તા.સામખીયારી જી.કચ્છ) હાલે સામખીયારી ખાતે તેના રહેણાંક મકાને હોવાની હકીકત મળતા મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચ સ્ટાફ સાથે મજકુર આરોપીના રહેણાંક મકાન સામખીયારી ખાતે તપાસ કરતા આરોપી રહીમભાઇ હુશેનભાઇ રાઉમા મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!