બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ઇબ્રાહીમભાઇ મુબારકભાઇ અબડા (ઉ.વ. ૫૦,રહે.વીશીપરા નીધીપાર્ક પાસે મફતીયાપરામાં)એ આરોપીઓ અબુભાઇ ફતેમામદભાઇ કટીયા, મુસ્તાકભાઇ ફતેમામદભાઇ કટીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૯ ના રોજ ફરીયાદીનો દિકરો સદામ હુસેન મોટર સાઇકલ લઇ નજીકમાં બાબુભાઇ જામની દુકાને માવો લેવા ગયેલ મોટર સાઇકલ રોડ પર પડેલ હોય જ્યાં આરોપીઓએ રોડ પર મોટર સાઇકલ શા માટે રાખેલ છે તેમ કહેતા તકરાર થવાથી જે અંગે ફરીયાદીના ઘર પાસે બંન્ને આરોપીઓ ફરીયાદી સાથે ઝઘડો કરી ગાળો બોલી તલવાર વડે ફરીયાદીને માથામાં ઇજા કરી હતી. તથા ઇંટોના છુટ્ટા ઘા કરતા ફરીયાદીને બંન્ને પગમાં ઢીંચણ પાસે ઇજાઓ પહોંચાડી હતી તથા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની આધેડે ફરિયાદ નોંધાવતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.