Saturday, May 4, 2024
HomeGujaratમોરબીમાં ગઇકાલથી મેઘરાજાની અવિરત સવારીથી અંબિકા રોડ પર જર્જરિત દીવાલ થઈ ધરાશાયી

મોરબીમાં ગઇકાલથી મેઘરાજાની અવિરત સવારીથી અંબિકા રોડ પર જર્જરિત દીવાલ થઈ ધરાશાયી

મોરબી જિલ્લામાં ગઇકાલથી સતત વરસાદને પગલે કાચા મકાનમાં ભેજ લાગતા અવાર-નવાર જર્જરિત ઇમારતો  ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે મોરબી શહેરમાં ગઈકાલથી ભારે વરસાદને પગલે માધાપર વિસ્તારમાં આવેલ એક જર્જરિત દીવાલ ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે.

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી શહેરના અંબિકા રોડ પર આવેલ જર્જરિત દીવાલ ધરાશાયી થઈ છે. આ દીવાલ બાજુમાં આવેલ ટ્રાન્સફોર્મર પર પડતાં ટ્રાન્સફોર્મર પણ તૂટી ગયું હતું. ત્યારે ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત્ર થતા આજુ બાજુના વિસ્તારોમાં વીજળી ગુલ થવાની ફરિયાદો સામે આવી છે. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. ફાયર બ્રિગેડનાં જવાનો દ્વારા ઘટનાસ્થળે પહોંચી દીવાલનાં કાઠમાળને દૂર કરવાની કામગીરી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!