મારમારીના આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-૨,પાડા પુલ નીચે ઝૂંપડામાં રહેતા મુળ ટંકારાના લતીપુર ચોકડીના વતની રાયધનભાઈ બાઘુભાઈ સાડમીયા (ઉ.વ.૩૦) એ આરોપીઓ રાજુભાઈ અજમલભાઈ વાઘેલા તથા ઘોઘાભાઈ ગલસીંગભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૦ ના રોજ પાડાપુલ નીચે આરોપીઓ ગાળો બોલતા હોય જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા બંને આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ આરોપીઓએ ફરીયાદીને લોખંડના પાઈપ વડે માર મારતા માથામા કપાળના ભાગે તથા પાછળના ભાગે ઈજા થઈ હતી.આથી સાહેદ મીનાબેન વચ્ચે પડતા તેને પણ કપાળના ઉપરના ભાગે ઈજા કરી હતી.હાલ પોલીસે યુવાનની ફરિયાદ નોંધી આરોપીઓ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.