ગઈકાલે તા.05 ને ગુરુવારના રોજ સિરામીક એસોસિએશન હોલ ખાતે ડબલ ચાર્જ ટાઇલ્સ બનાવતી કંપનીની મીટિંગ મળેલ હતી. આ મીટિંગમાં અત્યારે ટ્રાન્સપોર્ટ હડતાલ ચાલે છે અને રાજસ્થાનથી આવતા રો-મટીરીયલ રાજસ્થાન સરકાર દ્વારા બંધ કરેલ છે અને ભાડામાં તથા રો-મટીરીયલ અસહ્ય ભાવ વધારો થયેલ તેની ચર્ચા કરીને એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે ડબલચાર્જ ટાઇલ્સ બનાવતી તમામ કંપની આગામી તા.15 થી એક મહિના સુઘી ડીસ્પેચ તથા પ્રોડક્શન બંધ કરશે અને તેની રીવ્યુ મીટીગ તા. 5 સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવશે અને અન્ય પ્રોડક્ટ GVT, પાર્કિંગ , ફ્લોર , અને વોલ ટાઇલ્સ જેવી પ્રોડક્ટની અલગ અલગ મિટિંગ કરી બંધ કરવા અંગે પણ ચર્ચા વિચારણા ચાલતી હોવાનું મોરબી સિરામિક આસોસિએશન પ્રમુખે યાદીમાં જણાવ્યું હતું.