મોરબીમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ભાઈ સાથેની અદાવતમાં બહેનને ગાળો ભાંડી માર મરવામાં આવ્યો હતો. જેને લઈ યુવતીએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના પંચાસર ગામ ખાતે રહેતી મનિષાબેન પ્રવિણભાઇ પરમાર નામની યુવતીના ભાઇએ કાન્તાબેન દીનેશભાઇ મકવાણાની દિકરી સાથે પ્રેમલગ્ન કરેલ હોય તે બાબતનો ખાર રાખી મનિષાબેન બપોરના સમયે છાણા વીણવા માટે કાન્તાબેનના ઘર પાસેથી નીકળતા કાન્તાબેન દીનેશભાઇ મકવાણા તથા તેમની દીકરી દક્ષાબેને ભેગા મળી મનિષાબેનને ગાળો આપવા લાગતા મનિષાબેને ગાળો આપવાની ના પાડતા કાન્તાબેન એકદમ ઉશ્કેરાઇ જઇ ઘરમાં પડેલ લાકડાનો ધોકો લઇ ફરિયાદી યુવતીને જમણા પગે એક ઘા મારી મુંઢ ઇજા કરી ગળાના ભાગે પકડી ધમકી આપતા મનિષાબેને સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે