Tuesday, August 4, 2026
HomeGujaratવાંકાનેરમાં આગામી ૦૪ ઓગસ્ટે મહિલાઓ માટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન

વાંકાનેરમાં આગામી ૦૪ ઓગસ્ટે મહિલાઓ માટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન

મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા શ્રી એચ.એન. દોશી કોલેજ ખાતે યોજાશે મેળો; નોકરીદાતાઓ સ્થળ પર જ કરશે વિનામૂલ્યે પસંદગી.

- Advertisement -
- Advertisement -

નોન મેટ્રિક થી લઈને સ્નાતક અને આઈ.ટી.આઈ.ની લાયકાત તેમજ ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતી મહિલા ઉમેદવારોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ.

મોરબી જીલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવાના હેતુથી મોરબી જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૦૪/૦૮/૨૦૨૬ રોજ સવારે ૧૧:૦૦ કલાકે મહિલા ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેરમાં શ્રી એચ.એન. દોશી કોલેજ ખાતે આયોજિત આ મહિલાઓ માટેના વિશેષ ભરતી મેળામાં મોરબી જીલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્થળ પર જ વિનામૂલ્યે પસંદગી પ્રક્રિયા હાથ ધરશે.

આ મહિલા ઔદ્યોગિક ભરતી મેળામાં ભાગ લેવા માટે નોન-મેટ્રિક, એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ. અથવા સ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત તેમજ ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતી મહિલા ઉમેદવારો પાત્ર રહેશે.

ખાનગી ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છુક મહિલા ઉમેદવારોએ પોતાના તમામ અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બાયોડેટાની નકલો અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે નિયત સ્થળ અને સમયે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. જે મહિલા ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરી ખાતે અગાઉ નામ નોંધણી નથી કરાવી, તેઓ પણ આ ભરતી મેળામાં પ્રત્યક્ષ હાજર રહીને રોજગારીની આ તકનો લાભ ઉઠાવી શકશે તેમ મોરબી જીલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!