Friday, July 17, 2026
HomeGujarat૧૮ જુલાઈ ના રોજ મોરબી ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

૧૮ જુલાઈ ના રોજ મોરબી ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો જોગ. 

- Advertisement -
- Advertisement -

રોજગાર વિનિમય કચેરી – મોરબી દ્વારા તા.૧૮/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ભડીયાદ રોડ નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે મોરબી ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં મોરબી જીલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી/ એચએસસી/આઇટીઆઇ/સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું.

રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જીલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!