મોરબી તાલુકાના કોયલી ગામે આવેલ ડેમી- 3 ડેમમાં વરસાદને લીધે નવા નીરની આવક થતા ડેમ 70 ટાકા સપાટીએ ભરાઈ ગયો છે આથી ગમે તે ઘડીએ ડેમના દરવાજા ખોલવામાં આવશે. દરવાજા ખોલવાની શક્યતાને પગલે ડેમના નિચાણવાળા ગામો કોયલી,ધૂળકોટ, આમરણ, બેલા, માવુંનુગામ, જીંજુડા, સામપર સહિતના ગ્રામ જનોએ નદીના પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામા આવી છે. સાવચેત રહેવા અનુરોધ કરાયો છે.